બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કૃષણનગર કોયલી ગામે રહેતા વાસુરભાઈ ચકુભાઈ જીલરીયા (ઉ.વ.૫૮) એ ફરિયાદ નોંધાવી છે કે તેના કુટુંબી ભાઈ રણમલભાઈની જમીન ફરિયાદી વાસુરભાઈના શેઢે આવેલ હોય અને તે પોતાના ખેતરના શેઢે પાળો બાંધવા માટી નાખેલ હોઈ જે આરોપી રણમલભાઈ માણદભાઈ જીલરીયાને સારું નહિ લાગતા આરોપી હકાભાઇ છગનભાઈ જારીયાની બોલેરો પીકઅપ ગાડીમાં પથ્થરો તથા ઇંટો તથા લાકડી જેવા હથિયાર લઇ આવી આરોપી સુરેશભાઈ છગનભાઈ જારીયા, ભરતભાઈ લખમણભાઈ જારીયા અને રણમલભાઈ માણદભાઈ જીલરીયાએ ગાળો આપી છુટા પથ્થરો તથા ઈંટના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.