પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ-આલાપ રોડ ઉપર સત્તાધાર-૨ સોસાયટીમાં આવેલ શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી (ઉ.વ.૨૪)એ આરોપી નિલેશભાઇ સાવલીયા (રહે. સુરત) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમનું મોરબીના બેલા ગામની સીમમાં લીઝા ટાઇલ્સ નામનું સિરામીક આવેલ હોય ટાઇલ્સનો વેપાર ધંધો કરતા હોય જેની આરોપીએ કોઇપણ રીતે માહિતી મેળવી ફોન કરી ફરીયાદી તથા તેની સાથેનાં વ્યક્તિને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી ટાઇલ્સના કૂલ બોક્ષ નંગ-૧૫૪૨ કિં.રૂ. ૧,૭૪,૨૦૧/- મંગાવી જે ટાઇલ્સના બીલની રકમ ન આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.