Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ સનારીયા ને રાષ્ટ્રીય કક્ષા ના વર્ચુઅલ...

મોરબીના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ સનારીયા ને રાષ્ટ્રીય કક્ષા ના વર્ચુઅલ વર્કશોપ – ‘ડર્માપ્રિનર-2021’ માં બેસ્ટ એક્ઝીક્યુશનનો એવોર્ડ એનાયત

વિવિધ ક્ષેત્રે વિકાસ પ્રાપ્ત કરનાર મોરબી શહેરે સમગ્ર વિશ્વ મા પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે ત્યારે તબિબિ ક્ષેત્રે પણ મોરબી ના તબિબો અવનવી સિધ્ધીઓ હાંસલ કરી રહ્યા છે, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા ની તબિબિ સારવાર આજે મોરબી મા પણ ઉપલબ્ધ બની છે તેમજ ઈન્ડીયન મેડિકલ એસોશિયેશન – મોરબી બ્રાંચ ના તબિબો દ્વારા દર્દીઓ અપાતી ઉત્કૃષ્ઠ સારવાર બદલ વિવિધ એવોર્ડ મેળવી સમગ્ર દેશ મા મોરબી ને ગૌરવ અપાવી રહ્યા છે. ત્યારે તાજેતર મા મોટીવેશનલ સ્પીકર ઈલેશ ખખ્ખર દ્વારા ડર્મેટોલોજિસ્ટ માટે 13 અઠવાડિયાનો રાષ્ટ્રીય કક્ષા નો એક ઓનલાઇન સેમિનાર યોજવામાં આવેલો હતો. જેમાં દર્દીઓને ઉત્કૃષ્ઠ સવલતો સાથે કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી તેમજ દર્દીના મનમાંથી બિમારી અંગે ડર ઘટાડવા તેમજ ડોક્ટર તેમના સ્ટાફ સાથે મળીને કઈ રીતે દર્દીને હોસ્પિટલનો એક ઉત્તમ અનુભવ આપી શકે તે માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં ભારતના અલગ-અલગ શેહરોમાંથી ટોચના 68 ડર્મેટોલોજિસ્ટએ ભાગ લીધો હતો અને ટ્રેનિંગ દરમિયાન તેમની પાસે અમલીકરણનો આગ્રહ પણ રાખવામાં આવેલો હતો.

- Advertisement -
- Advertisement -

આ ટ્રેનિંગમાં મોરબીના જાણીતા સ્પર્શ ક્લિનિક ના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જયેશ સનારીયાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે દર્દીઓ સાથે કઈ રીતે વર્તન રાખવું, તેમને કઈ રીતે મહત્તમ સુવિધાઓ પુરી પાડવી, સ્ટાફ દ્વારા કાર્ય સંતોષ કઈ રીતે વધારવો, હોસ્પિટલ દ્વારા દર્દીને હોટેલ જેવી ટ્રીટમેન્ટ કેમ આપવી તે અંગે ટ્રેનિંગ લઇ તેમના સ્ટાફ સાથે અમલીકરણ કરેલું હતું. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ બધા જ સહભાગિયોમાંથી ડૉક્ટર જયેશ સનારીયાનું અમલીકરણ સૌથી ઉત્તમ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેમને આ 13 અઠવાડિયા દરમિયાન ખુબ જ ઉત્તમ યોગદાન આપ્યું હોવાથી અને ટ્રેનિંગનું સૌથી વધુ અમલીકરણ કરવાથી ‘બેસ્ટ એક્ઝીક્યુશનનો’ નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના ડો. જયેશ સનારીયા ને સ્પર્શ ક્લિનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ ક્લિનીક એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮ મા આઈ.એમ.એ મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશિયન એવોર્ડ તથા ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો ત્યારે તાજેતર મા રાષ્ટ્રીય કક્ષા એ બેસ્ટ એક્ઝીક્યુશન એવોર્ડ મેળવી સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!