માળીયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા પુર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની માંગ
નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા માટે પાણી આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરેલ પરંતુ કેનાલની સફાઈ ન થઈ હોવાને લઈને તથા ગુજરાત અન્ય કારણોસર ખેડૂતોને હજુ સુધી પાણી મળેલ નથી ત્યારે આજે તારીખ ૧૫-૦૬ના રોજ કાયમી જાગૃત અને ખેડૂતોના હામી એવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ તંત્રને ચીમકી આપતાં જણાવ્યું હતું કે આગામી ૪૮ કલાકમાં ખેડૂતોને પાણી નહીં મળે તો તેઓ તંત્રની સામે ઉગ્ર આંદોલન કરશે કારણ કે મહેનતકશ ખેડૂત માંડ બિયારણ અને ખાતર ભેગું કરે છે પણ પાણીના અભાવે તંત્રની બેદરકારીને લઈને ખેડૂતોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન જશે, જે અસહ્ય છે. માળિયાની પ્રજાને કાયમી સહન જ કરવું પડે તે અન્યાયકારક છે જેની સામે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે.