Friday, March 29, 2024
HomeGujaratમોરબી : જુના ધુંટુ રોડ પરથી દેશીદારૂ ભરેલી રિક્ષા સાથે એક ઝડપાયો,...

મોરબી : જુના ધુંટુ રોડ પરથી દેશીદારૂ ભરેલી રિક્ષા સાથે એક ઝડપાયો, ત્રણની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૪નાં રોજ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીનાં જુના ધુટુ રોડ પર જય ગોપાલ વે બ્રીજ નજીકથી આરોપી રાહુલભાઈ રમેશભાઈ વરાણીયા (ઉં.વ.૨૨)ને સીએનજી રિક્ષા નં. જીજે-૩૬-યુ-૬૨૮૧ (કિં.રૂ.૪૦,૦૦૦/-) માં દેશી દારૂ ભરેલા ૦૫ લીટરના બુંગીયા નંગ-૨૪માં દેશી દારૂ લીટર ૧૨૦ કિંમત રૂ.૨૪૦૦/- વેચાણ કરવાના ઈરાદે રાખી હેરાફેરી કરતાં મળી આવતાં પોલીસે આરોપી પાસેથી મોબાઈલ નંગ-૧ કિં.રૂ.૩૦૦૦/-, સીએનજી રીક્ષા અને દેશી દારૂ ૧૨૦લીટર એમ કુલ મળી કિં. રૂ.૪૫,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી રાહુલને ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી જગદીશભાઈ ધોધાભાઈ બહાપીયા (રહે-સુંદરગઢ તા.હળવદ), ભુપતભાઈ નરસીભાઈ કોળી (રહે-સુંદરગઢ તા.હળવદ) અને ભાવનાબેન ઉર્ફે ભાવલી રાજેશભાઈ સાતોલા (રહે-ત્રાજપર ખારી તા.મોરબી) વાળા હાજર નહિ મળી આવતા પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!