મોરબીમાં સમતા ફાઉન્ડેશન અને જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી મારફત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભારત સરકાર દ્વારા બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ અંતર્ગત ચાલતુ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ ની વર્ષ ૨૦૨૧/૨૨ પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા રજુઆત કરવામાં આવેલ હતી.
ગુજરાત સરકાર દ્વારા તારીખ ૧૦જૂન થી શિક્ષણ સત્ર શરૂ કરવા મા આવ્યું છે ત્યારે ગરીબ અને વંચિત બાળકો રાઈટ ટૂ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળા માં ધો.૧ થી ૮ સુધી મફત પ્રવેશ મેળવી ને પોતાનું શિક્ષણ મેળવે છે ત્યારે હાલ રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત સરકાર દ્વારા હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા મા આવી ના હોય ગરીબ અને વંચિત બાળકો ને તાત્કાલિક કોઈપણ શાળામાં પ્રવેશ મેળવવા ની ફરજ પડી છે. ત્યારે કોરોના મહામારી ના સમય માં તેમને બિન જરૂરી પ્રવેશ ફી, શાળા ફી, યુનિફોર્મ ફી ખર્ચ કરવા પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. સમતા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી ગરીબ અને વંચિત બાળકોના રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની કામગીરી વિના મૂલ્યે કરવામાં આવે છે. આ વર્ષે આ પ્રવેશ પ્રક્રિયામાં લેટ થયું હોય સમતા ફાઉન્ડેશન અને જવાહર સોસાયટી યુવા સંગઠનના સભ્યો દ્વારા સરકારને તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયાની કામગીરી કરવા રજુઆત કરવામાં આવી હતી.