Saturday, October 5, 2024
HomeGujaratવાંકાનેર : તીથવા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

વાંકાનેર : તીથવા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં તિથવા ગામે કુબા વિસ્તારમાં રહેતા સામજીભાઈ નરશીભાઈ દેત્રોજા (ઉં.વ.૫૦) એ આરોપી હોન્ડા સાઈન બાઈક નં. જીજે-૦૩-એફજી-૦૭૧૯ નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪નાં રોજ સાંજે છએક વાગ્યાનાં સુમારે ફરિયાદીનો દિકરો ગોપાલભાઈ પોતાનું હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. જીજે-૦૩-ડીઆર-૧૭૨૭ વાળુ લઈને તીથવા ગામે ખ્વાઝાનગરનાં બોર્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી હોન્ડા સાઈન બાઈક નં. જીજે-૦૩-એફજી-૦૭૧૯ નાં ચાલકે પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીનાં દિકરા ગોપાલભાઈનાં બાઈક સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ગોપાલભાઈને હાથ-પગ તથા માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વઘુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!