પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈના પાણીની જરૂરિયાત હોય ત્યારે નર્મદા કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂતો દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી હતી ત્યારે નર્મદા વિભાગ દ્વારા માળિયા તાલુકાના ખેડૂતોની રજુઆતને ધ્યાને લઈને હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાણી ચોરી કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ ૨/૨ એ ના નાયબ કાર્યપાલક ઈજનેર મોતીલાલ રાઠીએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૪ ઇલેક્ટ્રિક સબ મર્શીબલ પંપના માલિકોએ ઈંગોરાળા અને અજીતગઢ ગામ તથા માલણીયાદ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલની નહેરમાં અન અધિકૃત રીતે કેનાલમાં નુકશાન કરી ઈલે. સબ મર્શીબલ પંપ વડે પાણીનો ઉપયોગ કરી પાણી ચોરી કરતા શખ્સોએ સામે ફરિયાદ નોંધાવી છે, હળવદ પોલીસે પાણી ચોરીની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે