Monday, October 7, 2024
HomeGujaratમોરબી : બોલેરોચાલકે બાઇકને હડફેટે લઈને ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

મોરબી : બોલેરોચાલકે બાઇકને હડફેટે લઈને ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર ગામે આવેલ પ્રકાશનગરમાં રહેતા જયંતિભાઇ છગનભાઇ મકવાણા (ઉ.વ.૫૮) એ બોલેરો પીકઅપ ગાડી નં. જીજે-૩૬-ટી-૪૮૩૬ નાં ચાલક ભરતભાઇ મેશુરભાઈ સોઢીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૪ ના રોજ સાંજના સાડા પાંચ છ વાગ્યાના અરસામા લીલાપરથી મોરબી તરફ જતા રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપ ગાડીને પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ જતા ફરીયાદીના એક્સલ-૧૦૦ મોટરસાયકલ નં. જીજે-૩૬-પી-૯૨૩૨ નાં પાછળના ભાગે ભટકાડી એક્સીડન્ટ કરી ફરીયાદીને ખભાના ભાગે તથા કમરના પાછળના ભાગે મુંઢ ઇજા કરી ફરીયાદીને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદનાં આધારે ગુનો નોંધી આરોપી બોલેરો ચાલક ભરતભાઈની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!