સમગ્ર મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો હતો અને ઓકિસજનની તાતી અછત વર્તાય હતી અને બહારથી ઓક્સિજન મંગાવવો પડતો હતો ઓકિસજન વગર અનેક દર્દીઓની કફોડી હાલત થઈ ગઈ હતી ત્યારે સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે આગોતરું આયોજન ઘડીને હળવદની સિવિલ હોસ્પિટલમાં 250 એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતા ઓકિસજન પ્લાન્ટને ફાળવામાં આવ્યો છે. જેનાથી આશરે દરરોજ 50 બોટલ જેટલો ઓકિસજન જનરેટ થઈ શકશે.