Friday, April 26, 2024
HomeGujaratમોરબી : આર.ટી.ઓ. પુલ નજીક મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવતીનો મૃતદેહ મળ્યો

મોરબી : આર.ટી.ઓ. પુલ નજીક મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવતીનો મૃતદેહ મળ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સમયે બાયપાસ આર.ટી.ઓ. પુલ નજીક એક લાલ કલરનું ટીશર્ટ પહેરેલી યુવતીએ ડેમમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા મોરબી ફાયર બ્રિગેડના વસીમભાઈ, સલીમભાઈ, પાતાભાઈ અને દિનેશભાઇ સહિતની ટીમ દ્વારા રાત્રે જ યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ અંધારાને કારણે શોધખોળમાં મુશ્કેલી પડતા આજે સવારથી રાજકોટ ફાયર બ્રિગેડની મદદ સાથે બોટ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી

- Advertisement -
- Advertisement -

અને બપોરે અઢીથી ત્રણેક વાગ્યાના અરસામાં યુવતીનો મૃતદેહ શોધી કાઢવા આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીનું નામ બિપાશા હરેશભાઇ શાહ (ઉ.વ.૧૯) અને સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક રહેતી હોવાનું બહાર આવ્યું છે. હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી યુવતીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!