પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે દરોડો કરી વિદ્યુતનગરનાં ઢાળિયા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં રાજનભાઈ પ્રકાશભાઈ ચબાડ, તુલસીભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ ઉપસરીયા, દેવાભાઈ રાવળદેવ, રાહુલભાઈ રાવળદેવ, મેહુલભાઈ ત્રિભોવનદાસ સનુરાને રોકડા રૂ. ૭૨૬૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.