મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુક નજીક રાજકોટ સુરેન્દ્રનગર નગર અને અમદાવાદ હાઇવે પડતો હોય બૂટલેગરો દ્વારા આ જગ્યા પસંદ કરી અને કટીંગ કરવામાં આવે છે જેમાં વાંકાનેર તાલુકા પંથકમાં ગત રાત્રીના રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી સહિતની ટીમે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને લાખોની કિંમતનો મુદમાલ જપ્ત કરી ત્રણ ઈસમોની ધરપકદ કરી છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના હીરાસર ગામ બંસલ પેટ્રોલપંપ નજીકના વીડી વિસ્તારમાં ઈંગ્લીશ દારૂનું કટિંગ થવાનું હોય જે બાતમીને પગલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ ટીમે દરોડો પાડ્યો હતો અને વિદેશી દારૂ ભરેલું ટ્રેલર કન્ટેનર આરજે ૦૦૧ જીએ ૪૧૦૫ અને મહિન્દ્રા બોલેરો પીકઅપ જીજે ૩૬ વી ૦૦૪૭ ને ચેક કરતા તેમાંથી લાખો રૂપીયાની કિંમતનો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો જેમાં આ દારૂ ના કટીંગ સમયે જ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટિમ ત્રાટકતા આરોપીઓએ નાસી જવાના પ્રયત્નો કર્યા હતા પરન્તુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પરથી જ આ દારૂનું કટીંગ કરતા ત્રણ આરોપીઓ પ્રવીણ નાથાભાઈ ગાંગડીયા રહે રૂપાપરા તા વાંકાનેર, સલીમ ઇકબાલ શેખ રહે વાંકાનેર અને ખીયારામ ગંગારામ બેનીવાલ રહે બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી પાડ્યા હતા અને આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોનાં સુધી પહોંચાડવાનો હતો તેની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને આરોપીઓ અને મુદામાલ સોંપ્યા હતા.ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં થી આવડો મોટો વિદેશી દારૂનો જથ્થો પકડાયો ત્યારે રાજકોટ ડીસીબીએ રેડ કરતા વાંકાનેર તાલુકાની સ્થાનિક પોલીસ પણ સવાલોના ઘેરા માં આવી ગઈ છે.શુ રાજકોટ પોલીસ મોરબી જીલ્લામાં રેડ કરી જાય તો સ્થાનિક પોલીસને ખબર ન પડે એ પણ એક મોટો સવાલ છે.જો કે આ મામલે હાલ મોરબી ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસ અધિકારી પાસે ખુલાસા માંગવા તજવીજ શરૂ કરાઈ હોવાનું આધારભુત સૂત્રો માંથી જાણવા મળ્યું છે.