માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ કાર્યવાહી બાબતે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જીલ્લા શિક્ષણાધિકારીને સુચના આપવામાં આવી છે
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મોરબી સહિતના તમામ જીલ્લાના શિક્ષણાધિકારીને સુચના આપતા જણાવ્યું છે કે રાજ્યમાં આવેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે બેઠકોની સંખ્યા અને પ્રવેશ માટે પ્રવેશ યાદી તૈયાર કરવા સંબંધિત સૂચનાઓ આપવામાં આવેલ છે તે મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રવેશ પ્રક્રિયા થયેલ તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ધોરણ ૯ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરેલ અને તમામ વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ધોરણ ૧૦ માં પ્રવેશ કાર્યવાહી કરેલ હતી તે પ્રમાણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન આયોજનપૂર્વક ધોરણ ૯ ના વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ માં પ્રવેશ અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું છે
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા રદ કરીને ધોરણ ૧૦ ના તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરેલ છે જેના પરિણામે ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ ૧૧ માં પ્રવેશના પ્રશ્નો ઉપસ્થિત ના થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા વર્ગદીઠ વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ધોરણોમાં સુધારો કરેલ છે તે મુજબ પ્રવેશ કાર્યવાહી કરવાની રહે છે જે જોગવાઈ અનુસાર ચાલુ વર્ષ ધો. ૯ અને ૧૧ માં પ્રવેશ કાર્યવાહી કરવાની રહેશે.