Sunday, November 24, 2024
HomeGujaratમોરબી સિવિલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમ્યાન મૃત્યુ, પોલીસે વાલી વારસની શોધખોળ હાથ...

મોરબી સિવિલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમ્યાન મૃત્યુ, પોલીસે વાલી વારસની શોધખોળ હાથ ધરી

મોરબી સિવિલ હોસ્પિટલમાં આશરે ૫૬ વર્ષના અજાણ્યા પુરુષને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અજાણ્યા પુરુષનું ગત તા.૨૪ ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં આ અજાણ્યા પુરુષની હાલના તબક્કે ઓળખ મળી નથી. આથી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. દરમિયાન આ અજાણ્યા પુરુષના વાલી વારસનો કોઈને પત્તો લાગે તો એ ડિવિઝન પોલીસ મથક-૦૨૨૮ ૨૨૩૦૧૮૮ અથવા હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ ગોહિલ-૯૧૦૧૮ ૪૦૧૬૯ ઉપર જાણ કરે તેવી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ઇન્‍સ્‍પેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!