પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ચકમપર (જીવાપર) ગામનાં સરપંચ પરસોતમભાઇ ગાંડાભાઈ કાલરીયા(ઉં.વ.૬૨) એ આરોપીઓ જયંતિલાલ ભીખાભાઈ દારોદરા, સંજયભાઈ જયંતિલાલ દારોદરા, મુનો જયંતિલાલ દારોદરા, અને જયંતિલાલ દારોદરાનાં પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા.૩ ના રોજ બપોરના કલાક દોઢેક વાગ્યાના અરસામા આરોપીઓએ ચકમપર ગામની ગૌચરની જમીનમાં દબાણ કરેલ હોય અને તે જમીનમાંથી પસાર થતી ફરીયાદીની વાડીએ જતી પાણીની પાઇપ લાઇન રાગદ્વેશ રાખી કોઇપણ રીતે તોડી નાખતા ફરીયાદી તથા સાથેના વ્યક્તિ રીપેર કરવા જતા ધારીયા વડે મારવા દોડી ફરીયાદી સાથે ઝગડો કરીને ગાળો આપી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.