મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા સમી સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ભારે બફારા બાદ મોરબી જીલ્લા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબકયો હતો ભારે પવન અને ધડાકા ભડાકા સાથે
મોરબી શહેર, જેતપર, પાવડીયારી, પીપળી, બેલા, રંગપર, માં વરસાદ પડ્યો હતો.
મોરબી શહેરમાં ઠંડા ગાત પવન સાથે વરસાદ શરૂ થતા લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા સાથે આકાશમાં નયનરમ્ય મેઘધનુષ્ય ખીલી ઉઠ્યુ હતું. મોરબીમાં સાવસર પ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, રવાપર ગામ, શનાળા, હોસ્પિટલ ચોક, સામાકાંઠે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો વાંકાનેર પંથકમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું સાંજથી શરૂ થયેલા વરસાદમાં મોરબી જીલ્લામાં ૪ થી ૬ સુધીમાં મોરબીમાં ૨ એમએમ, ટંકારામાં ૧૧ એમએમ, માળિયામાં ૧૩ એમએમ, વાંકાનેરમાં ૪૬ એમએમ વારસાદ નોંધાયો હતો જો કે આ વરસાદ હજુ પણ યથાવત છે ત્યારે આગામી સમયમાં ખેડૂતો માટે આ વરસાદ વાવણી માટે આશીર્વાદ રૂપ ગણવામાં આવી રહ્યો છે.