Tuesday, December 3, 2024
HomeGujaratવાંકાનેર હાઇવે નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો...

વાંકાનેર હાઇવે નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો : મૃતક પાવાગઢના વતની હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું.

વાંકાનેર હાઇવે પર મોરબી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ બેકાબૂ નંબર પ્લેટ વગરના ટ્રકે ચોકડી પર પાંચથી વધુ બાઇક સવારને હડફેટે લીધા હતા જેમાં નીતિનભાઈ અંદરજીભાઈ માણેક ઉવ 60 રહે વાંકાનેર અને મહાવીર સિંહ નટુભા જાડેજાને વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે જ્યારે અન્ય અજાણ્યા ઇસમને રાજકોટ સરવારમાં ખસેડવામાં આવ્યો છે તો ઉકાભાઈ ગોવિંદભાઇ કેહરિયા ઉવ 60 રહે મૂળ પાવાગઢ ટ્રક નીચે ફસાઈ જતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતુંઆ ગોઝારો અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી નાશી છુટ્યો હતો આ બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ તેમજ આજુબાજુ રહેલા લોકો ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યા હતા આ બનાવની ખબર વાયુવેગે શહેરમાં ફેલાતા લોકોના ટોળા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા આ બનાવની નોંધ કરી વાંકાનેર સીટી પીએસઆઇ બી ડી જાડેજાએ ગુનો નોંધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!