બેલા ગામે યુનીયન બેંકના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને એટીએમ તોડી રૂ. ૧૫.૭૦ લાખની મતાની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલ સેવેન સેરા મોલમાં દુકાન નં. ૪૭મા આવેલ યુનીયન બેંકનાં એટીએમ માં ગત તા. ૧૬નાં રોજ બપોરે બે વાગ્યાથી તા. ૧૭નાં રોજ બપોરે સાડા બારેક વાગ્યા દરમ્યાન કોઈ સમયે તસ્કરો ત્રાટક્યા હતાં અને એટીએમ ની નાણાં તિજોરી તોડી તેમાં રહેલ રૂ. ૧૫,૭૦,૫૦૦/- ની ચોરી કરી લઈ ગયાં હતાં. બનાવ અંગે રાજકોટનાં સાધુ વાસવાણી રોડ પર આવેલ યોગેશ્વર પાર્ક સોસાયટી બ્લોક નં.૧૫૫માં રહેતા સંજયભાઈ વિનોદભાઈ રાજપુરા એ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.