Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : ચંદ્રપુર ગામેથી કારમાં રૂ. ૮૦૦૦નાં દેશી દારૂ સાથે બે ઝડપાયા,...

વાંકાનેર : ચંદ્રપુર ગામેથી કારમાં રૂ. ૮૦૦૦નાં દેશી દારૂ સાથે બે ઝડપાયા, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ચંદ્રપુર ગામે માર્કેટયાર્ડ સામેથી ઈકો કાર નં. જીજે-૦૩-બીડબલ્યુ-૨૧૪૨માં આરોપીઓ હરેશભાઈ જેશાભાઈ લાંબડીયા અને નયનભાઈ ગોકુળભાઈ કણસાગરા વેચાણ કરવાના ઈરાદે ગેરકાયદેસર દેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના બાચકા નંગ ૮માં દેશી દારૂ લીટર ૪૦૦, કિં.રૂ. ૮૦૦૦/-ની હેરાફેરી કરતા પકડી પાડ્યા હતા. પોલીસે દારુ, કાર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૩૨,૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં આરોપી વિકાસભાઈ કમાભાઈનું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!