મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મકરાણીવાસમાં રહેતા રેહમાનભાઈ ઉર્ફે રણમલ હાજી મુસાણી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો શેહજાદ આરોપી ઈરફાન બલોચની ઓફીસ સામે શેરીમાંથી બાઈક લઈને નીકળતો હોય જેથી આરોપીઓને સારું નહિ લાગતા આરોપીઓ ઈરફાન યારમહમદભાઈ બલોચ, ઈસ્માલ યારમહમદભાઈ બલોચ, નદીમ ઉર્ફે ધારીયો મકરાણી, તોસીફ મેહબૂબ મકરાણી રહે બધા મકરાણીવાસ વાળાએ ફરીયાદી રહેમાનભાઈનાં ઘર પાસે આવીને તારો છોકરો ના પાડેલ તેમ છતાં કેમ મારી ઓફીસ સામે બાઈક લઈને નીકળે છે કહીને ફરિયાદીને માથાનાં ભાગે તલવાર વડે ઘા મારી ઈજા પહોંચાડી હતી. તેમજ હુશેનભાઈ અને હાજીભાઇ છોડાવવા વચ્ચે પડતા લાકડાનાં ધોકા, તલવાર વડે માર મારી સોડાની બોટલ મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
તો સામાપક્ષે અનવરભાઈ મુસાભાઈ કુરેશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને આશીફ્ભાઈ બ્લોચ રોડની સાઈડમાં ઉભેલ હોય છતાં આરોપી મહમદભાઈ હાજીભાઈ મુસાણીએ રોડની સાઈડમાં રહેવાનું કહી ઉશ્કેરાઈ જતા આરોપી મહમદભાઈ હાજીભાઈ મુસાણી, રહેમાન હાજીભાઈ મુસાણી, હાજીભાઈ મુસાણી અને હુશેનભાઈ રહે બધા મકરાણીવાસ મોરબી વાળાએ છરી ધોકા વડે ફરિયાદી અનવરભાઈને જમણી આંખ અને વાંસાનાં ભાગે ઈજા પહોંચાડી હતી તથા આશીફભાઈને વાંસામાં ઈજા કરી ધમકી આપી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે