Tuesday, April 16, 2024
HomeGujaratહળવદ : ચરાડવા ગામે ચોરીનાં ઈરાદે એટીએમ મશીન તોડવા પ્રયાસ, ફરિયાદ નોંધાઈ

હળવદ : ચરાડવા ગામે ચોરીનાં ઈરાદે એટીએમ મશીન તોડવા પ્રયાસ, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ હળવદના ગ્રીન પાર્કમાં રહેતા બેંક મેનેજર સુરજભાઈ ગજેન્દ્રપ્રસાદ ખત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૭નાં રોજ રાત્રીના પોણા ત્રણ વાગ્યાનાં અરસામાં ચરાડવા ગામમાં આવેલ એસબીઆઈ બેંક બહારના એટીએમ મશીનમાં અજાણ્યા બે બુકાનીધારીઓ એટીએમનાં શટરનું તાળું તોડી એટીએમ મશીન રૂમમાં પ્રવેશ કરીને ચોરી કરવાના ઈરાદાથી મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં મશીનને કોઈ હથિયાર વડે રૂ.૨૫, ૦૦૦/- નું નુકશાન પહોંચાડ્યું હતું. હળવદ પોલીસે બેંક મેનેજરની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!