મુખ્યમંત્રીના સુશાસનનાં પાંચ વર્ષ પુર્ણ થતા હોય તેથી તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ “યુવા શક્તિ દિન” નિમિતે એનાયતપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન થનાર છે. રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા તા.૦૩/૦૮/૨૦૨૧ સુધી રોજેરોજ ઓનલાઇન ભરતીમેળાઓનાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં નોકરીદાતાંઓ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યું દ્વારા પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવે છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કક્ષાના કાર્યક્ર્મો ઉચ્ચ પદાધિકારિઓ/મહાનુભાવોની હાજરીમાં જિલ્લા કક્ષાએ યોજાનાર છે.
આ ભરતી મેળામાં ભાગ લેવાં ઇચ્છુક ઉમેદવારોએ https://forms.gle/GXfbg4x6eTyjfWcz5 લિન્ક પર રજીસ્ટ્રેશન કરવા તેમજ નોકરીદાતાઓએ https://forms.gle/ptNBJDcyjRLsxC93A આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવા જિલ્લા રોજગારી અધિકાર મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુમાં આ ભરતી મેળામાં જે ઉમેદવારોએ રોજગાર વિનીમય કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેઓ પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શક્શે અને ભરતીમેળામાં સહભાગી થઇ શકશે તેમજ વધુ માહિતી માટે હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગારી અધિકાર મોરબીની યાદીમાં જણાવાયું છે.