Tuesday, November 26, 2024
HomeGujaratહળવદનાં શિરોઇ ગામે બે કૌટુંબિક ભાઈઓએ ઝેરી દવા પી લેતા મોત

હળવદનાં શિરોઇ ગામે બે કૌટુંબિક ભાઈઓએ ઝેરી દવા પી લેતા મોત

હળવદના શિરોઈ ગામે મામા-ફઈનાં બે ભાઈઓએ ખીણ વિસ્તારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં તેઓનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે હળવદ પંથકમાં ચકચાર નચી જવા પામી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી હતો. પોલીસની તપાસમાં મૃતક યુવાનોમાં એક હળવદ ખારીવાડી વિસ્તારમાં રહેતો હિતેશભાઇ પ્રેમજીભાઈ બાબરીયા (ઉ.28) અને એક નવા શિરોઈ ગામે રહેતો લાલાભાઇ પોપટભાઈ પાટડીયા (ઉ.28) હોવાનું બહાર આવ્યું છે. બન્ને યુવાનોએ ઠંડા પીણામાં ઝેરી દવા મિલાવી પી લીધી હોવાનું ખુલ્યું હતું. બંને યુવાનોએ પ્રેમપ્રકરણમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હાલ હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!