મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર જામી છે જેમાં ટંકારા પંથકમાં ધમાકેદાર ઇનિંગ બાદ આજે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે
જેમાં આજે વહેલી સવારથી ચાલી રહેલા વરસાદ બપોર બાદ વધી ગયો હતો જેમાં મોરબી તાલુકાના આંદરણા વાકડા ચરાઙવા રાતાભેર સમલી રાયઘરા નીચી માંડલ માં આભ ફાટ્યું હતું જેને લઈને છેલ્લા ત્રણ કલાક માં છ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે જ મોરબી શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ મેઘ મહેર જામી છે જેમાં મોરબી શહેરમાં છેલ્લી બે કલાકથી ધીમીધારે વરસાદ શરૂ છે જેને લઈને મોરબીમાં દરબારગઢ, રવાપર રોડ, રવાપર ગામ, શનાળા રોડ, શનાળા, સામાકાંઠે, ઝૂલતાપૂલ સહિતના વિસ્તારોમાં વરસાદના લીધે પાણી પાણી જોવા મળ્યું હતું તો મોરબી તાલુકાના જેપુર, ગોરખીજડિયા, વનાળિયા, રાજપર, ખાનપર, ધુટુ, મહેન્દ્રનગર, નીચી માંડલ, ઉંચી માંડલ,અંદરણા, વાંકડા સહિતના ગામોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આ સાથે જ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે હળવદના રણજીતગઢ, રતાભેર, ચાડધરા, ચારડવા, સમલી, રાયધરા સહિતના વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોના ખુશી જોવા મળી રહી છે અને આગામી વર્ષ સારું જાય તેવી લોકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં 8 થી 10 વાગ્યા સુધા વરસાદની વાત કરી તો ટંકારા પંથકમાં ગત રાત્રીથી વરસાદની પધરામણી થઈ હતી જેમાં આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં સાડા ૩ ઈંચ સુધી વરસાદ નોંધાયા બાદ રાત્રે ફરી ટંકારામાં મેઘસવારી શરૂ થઈ છે જેમાં રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધીમાં વધું અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે નદીમાં નવા નીરનું આગમન થયું છે. ઉપરવાસમાં વધુ વરસાદને પગલે મીતાણા ડેમી-૧ માં ૨૮૦૦૦ ક્યુસેક જેટલા નવા નીરની બહોળી આવક થઈ છે અને ડેમ ૫૦% થી પણ વધુ ભરાયો હોવાની માહિતી સાંપડી રહી છે તંત્ર ના આંકડા ની વાત કરીએ તો ટંકારા 9 એમ એમ,મોરબી 18 એમ એમ,વાંકાનેર 15 એમ એમ,હળવદ 3 એમ એમ વરસાદ નોંધાયો છે .