મોરબીમાં સતત પડી રહેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે મોરબીના રફાળેશ્વર ફાટકની બાજુમાં આવેલ જીયોટેક કારખાનાની ઓરડીની દીવાલ પડતાં બે શ્રમિકોનાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે અન્ય બે સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. ગત તા. ૨૫નાં મોડી રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ શ્રમિક પરિવાર પોતાની ઓરડીમાં સૂતો હતો ત્યારે ડમ્પર નં. જીજે-૦૩-એએક્સ-૭૪૦૧નાં ચાલકે પોતાનું ડમ્પર ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે બેદરકારીપુર્વક પોતાનો ટ્રક રીવર્સ લેતા ટ્રક દિવાલ સાથે અથડાતો દિવાલ ઓરડીમાં સુતેલા શ્રમિક પરિવાર પર પડી હતી. અચાનક ઓરડીની દીવાલ ધસી પડતાં માતા પુત્ર દીવાલ નીચે દબાઈ જતાં મોત નિપજ્યા હતા શ્રમિક પરીવારના ફૂલકેસરી દેવી રામજી કુમાર માથુર ઉં.વ.28,પવન રામજી કુમાર માથુર ઉંવ.13 ના દીવાલ નીચે દબાઈ જતાં મોત નીપજ્યા હતાં જ્યારે રામજીભાઈ રામ સંકર ભાઈઉ ઉ.વ. 32,સોનું રામજી ભાઈ ઉં.વ.10 ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ ની જાણ મોરબી સિવિલ 108 ની ટીમ ને થતાં મોડી રાત્રીએ જ 108 ના
પાઇલોટ નિલેશ આહીર અને
EMT અજય બારીયા શૈતના સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત પિતા પૂત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જ્યારે માતા પુત્ર ના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.નાના એવા શ્રમિક પરિવાર માં એક જ સાથે માતા પુત્રના અચાનક મોત થઈ જતા બિહારી શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ગઈકાલે પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.