વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટનાં જશદણ તાલુકાનાં બોઘરાવદરનાં રહેવાસી કાજલબેન કિશનભાઈ મીઠાપરાએ આરોપી ટ્રક નં. જીજે-૧૧-વીવી-૯૧૩૧નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૬નાં રોજ બપોરનાં આશરે અઢી વાગ્યાનાં સુમારે ફરિયાદી સીએનજી રીક્ષા નં. જીજે-૩૬-યુ-૨૪૩૮માં બેસી જઈ રહ્યા હતા દરમ્યાન ચોટીલા-વાંકાનેર હાઈવે રોડ ઉપર કેરાળા બોર્ડની નજીક દરીયાલાલ જીન પાસે આરોપી ટ્રકનાં ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી રીક્ષા સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં ફરિયાદી તથા સાથેના વ્યકિતઓને ઈજાઓ પહોંચી હતી તો એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતનો ટ્રક મુકી નાશી છુટ્યો હતો. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.