મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પીઆઈ વી.બી.જાડેજાને સુચના આપતા એલસીબી પીએસઆઈ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનનાં પેટ્રોલપંપ ઉપર થયેલ લુંટના ગુન્હામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતો ફરતો આરોપી કરમા ઉર્ફે કસમા ટીતીયા ઉર્ફે ટીડીયાભાઇ ભુરીયા (ઉ.વ.૪૧ રહે.નેગડીયા તલય ફળીયુ પોસ્ટે. કલ્યાણપુર તા.જી.જાબુંઆ) વાળાને રાજકોટ કાલાવાડ રોડ આત્મીય સ્કુલ પાસેથી નવા બનતા ઓવરબ્રિજ ખાતે મજુરી કરતો હોવાની હકીકત આધારે આજરોજ ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.
આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન બી.ડાભી, એ.ડી.જાડેજા, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશીકભાઇ મારવણીયા, પો.હેડ.કોન્સ વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ બ્રિજેશભાઇ કાસુન્દ્રા ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા સહિતનાઓ રોકાયેલા હતાં.