મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આરોપી વાસુર અમરશીભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૪નાં રોજ ફરિયાદી મહિલા તેનાં રહેણાંક મકાન પાછળ વાડામાં એકલા હોય દરમ્યાન આરોપીએ ફરિયાદીની એકલતાનો લાભ લઈ બદકામ કરવાનાં ઈરાદે મહિલાની છેડતી કરી બિભત્સ માંગણી કરી હતી. હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૫૪,૩૫૪(એ) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨)(૫-A),૩(૧)(w)(i)(ii) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.