Saturday, May 18, 2024
HomeGujaratમાળીયા(મી.) : પેટ્રોલ ન આપતા આધેડને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી,...

માળીયા(મી.) : પેટ્રોલ ન આપતા આધેડને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

માળીયા(મી.) તાલુકાના મોટા ભેલા ગામે રહેતા અને ખેતી કરતા કાન્તિલાલ હરીભાઇ દેસાઈ (ઉં.વ.૪૨) એ આરોપી રજાકભાઈ ગફરભાઈ મોવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૪નાં રોજ બપોરના આશરે અઢી વાગ્યાનાં અરસામાં સરવડ અને મોટા ભેલા ગામ વચ્ચે બેઠા નાલા પર આરોપી રજાકભાઈએ ફરિયાદ પાસે પેટ્રોલ માંગતા ફરિયાદીએ આરોપીને પેટ્રોલ નહિં આપતા સારૂ નહીં લાગતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી પાડી દઈ જમણા પગમાં થાપાનાં ભાગે ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે બનાવની ફરિયાદીનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!