મોરબી જીલ્લામાં નવ નિયુક્ત પીઆઈ બી પી સોનારાને વાંકાનેર શહેર પીઆઈ તરીકે નિમણુંક : સીટી પીઆઈને સીપીઆઈ તરીકે મુકાયા
મોરબી જીલ્લામાં થોડા સમય પૂર્વે પીઆઈ તરીકે બી પી સોનારા ની બદલી કરવામાં આવી હતી જો કે આ બદલી ચૂંટણી સમયે થઈ હોય 65 મોરબી વિધાનસભાના વિસ્તારમાં આવતા પોલીસમથક કે શાખામાં આચારસંહિતા દરમ્યાન ન મુકવા પણ આદેશમાં ઉલ્લેખ કર્યો હતો ત્યારે આજે મોરબી એસપી એસ આર ઓડેદરા દ્વારા બી.પી સોનારાને વાંકાનેર શહેર પીઆઈ તરીકે નિમણુંક કરી છે ત્યારે વાંકાનેર શહેર પીઆઈ તરીકે ફરજ બજાવતા એચ એમ રાઠોડની વાંકાનેર સીપીઆઈ તરીકે નિમણુંક આપી છે જેમાં બંને પીઆઇ એ પોતાની નિમણુંકની જગ્યાએ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.