ક્ષત્રિય યુવકસંઘના સૌરાષ્ટ્ર-કચ્છ સંભાગના ઝાલાવાડ પ્રાંતના ઉપક્રમે હળવદ તાલુકાના ગામડાઓમાં હીરક જયંતી મહોત્સવ પ્રસંગે યાત્રા યોજાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ દીઘડીયા શક્તિમાં ના મંદિરે દર્શન કરીને સાપકડા મુકામે દરબારગઢમાં ડેલીએ યુવાનો વડીલોની એક ચિંતન બેઠક યોજાઈ ગઈ જેમાં સવારે ૧૦ થી ૧૧ કલાકે યજ્ઞ કરવામાં આવેલ ઉપરાંત ક્ષત્રિયની સાપકડા મુકામે આ ત્રીજી ચિંતન બેઠક હોય સ્થાનિક યુવાનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ સુખદેવસિંહ માથક તેમજ સાપકડા સામાજિક અગ્રણી મહાવીરજી એ વ્યવસ્થા કરેલ યજ્ઞ બાદ પ્રસાદીની વ્યવસ્થા સાપકડા ગામે કરવામાં આવી હતી.
ત્યારબાદ હળવદ તાલુકાના ઘનશ્યામપુર મુકામે માનસિંહજી દિવાનના પરિવારમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષણ અને સંસ્કાર ઉપર ચર્ચા કરવામાં આવી હતી ત્યાંથી કોઇબા મુકામ શક્તિ માતાજીના મંદિરના પ્રાંગણમાં કોઈબાના વડીલો અને યુવાનો સાથે વિચાર ગોષ્ઠિ થયેલ જેમાં વર્તમાન શિક્ષણ પ્રણાલી અને સંઘના શિક્ષણ વિષય ઉપર ચર્ચા-વિચારણા થયેલ યુવાનો અને વડીલોએ એમાં રસ લઈને ઊત્સાહ પુર્વક ભાગ લીધેલ બાદમાં ઢવાણા મુકામે દરબારગઢમાં શક્તિમાં ના મંદિર પાસે બનાવેલ સમાજ ભવનમાં વડીલો યુવાનો કિશોરોની હાજરીમાં ચિંતન બેઠક મળી હતી જેમાં કુટુંબ પ્રણાલી સામેના પડકારો ક્ષત્રિય યુવક સંઘના શિક્ષણથી આ પડકારોને સમજી અને સંઘ શિક્ષણ કુટુંબ ભાવના દ્રઢ કરવા 75 વર્ષથી કાર્ય કરી રહેલ છે તે વિશે વિશદ ચર્ચા થઈ જેમાં સ્થાનિક અશોકસિંહજી ઢવાણા એ ચર્ચામાં ભાગ લીધેલ તેમજ સમાજના પ્રમુખ સુખદેવ સિંહજી ઉપરાંત યુવાનોએ પ્રશ્નોત્તરી અને જવાબોથી ખુબ જ રસપ્રદ બેઠક યોજાઈ હતી. સાંજના સમયે ઝાલાવાડના સુપ્રસિદ્ધ શક્તિમાં ના મંદિરે દીઘડીયા ગામના વડીલો અને યુવાનોની બેઠક મળી હતી જે દીઘડીયા ગામે અગાઉ આઈટીસી અને એક પીટીસી શિબિર યોજાઇ હોય જે શિબિરમાં જોડાયેલા યુવકોએ પોતાના સંસ્મરણો તાજા કરેલ અને હવે પછી દિઘડીયા શિબિર ગોઠવવા માટે ખાસ વિનંતી કરી હતી. દિઘડીયા મુકામે રાત્રી રોકાણ કરી બીજે દિવસે સવારે નવથી દસ વાગ્યા સુધી શક્તિમાં ના મંદિર સામે આવેલ વટવૃક્ષ નીચે યજ્ઞ કરવામાં આવ્યો હતો આ રીતે હળવદ તાલુકાના ગામડાઓમાં સંપર્ક યાત્રા કરેલ ગામડાઓમાં સ્ટીકર આમંત્રણ પત્રિકા અને સાહિત્યનું વેચાણ કરેલ સુરેન્દ્રનગરથી ક્ષત્રિય યુવક સંઘના વરીષ્ઠ સ્વયંસેવક રાજેન્દ્રસિંહજી ઘણાદએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જેમાં દિઘડિયાનાઆગેવાનો મહિપતસિંહજી તથા ભરતસિંહજીએ સુંદર વ્યવસ્થા કરી હતી. સુખદેવસિંહજી માથકએ પ્રાર્થના હોલમાં ઘડિયાળ સામે જોઈને ટકોર કરેલ કે ઘડીયારમાં ટકટક થી સમય પસાર થાય છે તે રીતે આપણા જીવનમાં પણ એક એક ક્ષણનો સદુપયોગ કરવા અનુરોધ કરેલ સંઘ શિક્ષણ પ્રણાલી આ કાર્ય કરી રહેલ છે ત્યારે આપણે સૌ વધુમાં વધુ આ પ્રવૃત્તિ મા રસ લઈને જોડાઈએ એવી વિનંતી કરેલ આમ ક્ષત્રિય સંઘની તીર્થ યાત્રા તીર્થ દર્શન કરીને તારીખ 8 અને તારીખ 9 ઓગસ્ટ 2021 ના રોજ કાર્યક્રમ સંપન્ન થયેલ તેમ સૌરાષ્ટ્ર કચ્છ સંભાગ ઝાલાવાડ પ્રાંત સુરેન્દ્રનગરનાં દિગ્વિજયસિંહ ઘણાદની યાદીમાં જણાવાયું છે.