Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી : નવા બસ સ્ટેશન સામે મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત

મોરબી : નવા બસ સ્ટેશન સામે મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત

મોરબીનાં રોહીદાસપરામાં કબીર આશ્રમ પાસે રહેતા ડાયાભાઈ આનંદભાઈ કાટીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૭નાં રોજ નવા બસ સ્ટેશન સામે આરોપી ટીવીએસ કંપનીનાં મોટરસાયકલ નં. જીજે-૩૬-જે-૫૩૩૪નાં ચાલકે પોતાનું મોટરસાયકલ બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદનાં પત્ની નયનાબેનને હડફેટે લઈ પાડી દેતા તેઓને જમણા પગે ફ્રેકચર તેમજ માથાનાં ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!