Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : કારચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી : કારચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા મગનભાઈ જાદવજીભાઈ પરસોંડાએ સ્વિફ્ટ કારનાં ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨ જુલાઈનાં રોજ ફરિયાદીનો દિકરો વિજય પોતાનું બાઈક નં. જીજે-૧૦-સીએ-૭૬૩૦ પર રાજપર આનંદ પાર્ટી પ્લોટ સામે રોડ પરથી પસાર થઈ રહ્યો હોય દરમ્યાન આરોપી અજાણ્યા સ્વિફ્ટ કારનાં ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી વિજયભાઈનાં બાઈકને હડફેટે લઈ ફંગોળી દિધા હતાં. જેમાં વિજયભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત નિપજ્યું હતું. મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદનાં આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!