ન્યૂએરા ગ્લોબલ સ્કુલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાનાર સ્પર્ધામાં ૧૪ થી ૧૯ વર્ષના ખેલાડીઓ ભાગ લઇ શકશે
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તાબા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની કચેરી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત મોરબી જિલ્લાના અંડર-૧૯ ભાઇઓ માટે એથ્લેટીક્સ રમતની ૧૦૦ મી., ૨૦૦ મી., ૪૦૦ મી., ૮૦૦ મી., તથા ૧૫૦૦ મી દોડ (સ્પ્રીન્ટ) સ્પર્ધાનું આયોજન તારીખ ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ન્યૂએરા ગ્લોબલ સ્કુલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાશે. આ સ્પર્ધામાં તા.૧૫/૦૮/૨૦૦૨ થી તા.૧૪/૦૮/૨૦૦૭ વચ્ચે જન્મેલા એટલે કે ૧૯ વર્ષથી નીચેના અને ૧૪ વર્ષથી ઉપરની વયના ભાગ લેવા ઇચ્છુક ભાઇઓએ સ્પર્ધા સ્થળે પોતાના આધાર કાર્ડની નકલ સાથે સમયસર હાજર રહેવાનું રહેશે. ખેલાડી કોઇપણ એક જ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ઇવેન્ટમાં પ્રથમ આવનાર ખેલાડી ઝોનકક્ષા સ્પર્ધા માટે પસંદગી થશે. જેઓની ઝોનક્ક્ષાની સ્પર્ધા રમત સંકુલ જુનાગઢ મુકામે તા.૧૪/૦૮/૨૦૨૧ ના રોજ આયોજન થનાર છે. તેમજ વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક નં. ૮૪૬૯૯૨૨૯૦૫ મોબાઇલ નં. ૯૭૧૪૭૫૫૫૭૧ ઉપર સંપર્ક કરવા સિનીયર કોચ જિલ્લા રમત પ્ર. શિક્ષણ કેન્દ્ર મોરબીની યાદીમાં જણાવાયું છે. વધુમાં સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીએ સરકારની વખતો વખતની કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.