વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલના ઉપરનાં માળે રહેતા ડોક્ટર સાજીદ પાસલીંયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૧૩ લાખથી મત્તાની ચોરી કરી લઈ ગયા હતાં. ડોક્ટર સાજીદ કોઈ કામ સબબ રાજકોટ ગયા હોય અને તેના પત્ની જુનાગઢ ગયા હોય તે દરમ્યાન તસ્કરોએ બંધ મકાનને નીશાન બનાવી મેઈન દરવાજાની ડુપ્લિકેટ ચાવી દ્વારા તાળુ ખોલી કબાટનાં ખાનામાં રાખેલા રોકડ ૧૩ લાખની ચોરી કરી લઈ ગયા હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનાં બનાવની ફરિયાદ નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરમ્યાન મોરબી એલસીબીને આ ચોરી ફરિયાદી ડોકટર સાજીદનાં સાળા અવેશ ઈકબાલભાઈ કોતલ (રહે. જુનાગઢ સાબરીન સોસાયટી અગ્રાવત હોસ્પિટલ પાસે અક્શા પેલેસ પહેલો માળ બ્લોક-૧૦૩) વાળાએ કરી હોવાની બાતમી મળતા તાત્કાલિક એલસીબી સ્ટાફની ટીમ બનાવી જુનાગઢ ખાતે મોકલતા ફરીયાદીના સાળા અવેશ ઇકબાલભાઇ કોતલ (ઉ.વ. ૩૧,રહે. જુનાગઢ સાબરીન સોસાયટી અગ્રાવત હોસ્પીટલ પાસે અકશા પેલેસ પેલો માળ, બ્લોક-૧૦૩ તા.જી.જુનાગઢ) તથા તેના મીત્ર સાકીરભાઇ કાદરભાઇ દુરવેશ (ઉ.વ. ૩૪,રહે. જુનાગઢ મેમનવાડા ચીતાખાના ચોક પાસે સીંગાપુર મંજીલની સામે તા.જી.જુનાગઢ) વાળાને ઝડપી પાડી પુછપરછ કરતા આરોપી અવેશ પ્રાઈવેટ સ્કુલમાં વાહન ચલાવતો હોય છેલ્લા દોઢેક વર્ષથી લોકડાઉનનાં કારણે તે સ્કુલ વાહન બંધ હોય અને પોતે લોન લીધેલી હોય જેનાં હપ્તા નહિ ભરી શકતાં હોય પોતાના બનેવી ડોક્ટર સાજીદનાં મકાનમાં રોકડ પડી હોવાની વાતથી પરીચિત હોય જેથી પોતાના મિત્ર સાથે આવી રેકી કરી ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. અને ચોરી કરેલ રોકડા રૂપીયા તેઓએ વાંકાનેર મચ્છુ નદીના પટ્ટમાં દાટી સંતાડી રાખેલ હોવાની કબુલાત આપતા પોલીસે ચોરીમાં ગયેલા રૂ. ૧૨,૮૫,૦૦૦/- કબ્જે કરી બંને આરોપીઓની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, એએસઆઈ સંજયભાઈ પટેલ, રજનીકાંત કૈલા, ચંદુભાઈ કણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગસીયા, નિર્મળસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઇ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતાં.