ટંકારાના સરદારનગરમાં રહેતા ઇમરાન હનીફભાઈ વીકીયાણી (ઉં.વ.૧૯)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૯નાં રોજ તેઓ ટંકારા મોરબી હાઈવે રોડ પર લક્ષ્મીનારાયણ જીન પાસે હોય દરમ્યાન મોટરસાયકલ નં. જીજે-૩૬-કે-૮૬૩૭ પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ ફરિયાદી ઈમરાનનાં ગળે છરી રાખી તેની પાસે રહેલ વિવો કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂ.૪૦૦૦/- તથા ખિસ્સામાં રહેલ રોકડ રૂ. ૪૫૦૦/- ની લુંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.