મોરબીના એક સીરામીક ફેકટરીમાં મજુરી કામ કરતા મૂળ ઓડીસાના એક દંપતી વચ્ચે ઝઘડો થતા મહિલા તેના દોઢ વર્ષના બાળક સાથે ઘરેથી નીકળી ગઈ હતી અને વીસી હાઈસ્કૂલ પાસે બેઠી હોવાની ૧૮૧ ટીમને માહિતી મળી હતી જે બાદ મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર હકીકત જાણી હતી અને પતિ સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું
મોરબીના વિસીપરાવિસ્તારમા આવેલ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે એક પરપ્રતિય મહિલા દોઢ વર્ષના બાળક સાથે ઉભી હોય ગુજરાતી કે હિન્દી ભાષા સમજતા નથી અને એને મદદની જરૂર છે જે માહિતી મળતા જ મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર ભારતીબેન પરમાર, મહિલા કોન્સ્ટેબલ કાશ્મીરાબેન વાઘેલા અને પાયલટ ભરતભાઈ કુબાવતની ટીમ પહોંચી હતી ઘટનાસ્થળે પહોંચીને પીડિતાની પૂછપરછ કરતા તેઓ મૂળ ઓડીસાના વતની હોય અને તેના પતિ કારખાનામાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું લેબર ક્વાર્ટરમાં તેઓ રહેતા હોય પરંતુ માથાકૂટ થતી હોવાથી તેઓ ઘરેથી નીકળી ગયા હતા જેથી ૧૮૧ ટીમે તેના પતિને સમજાવી બંને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું