મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘુંટુ ગામેથી આજથી સાતેક માસ પહેલા સગીર વયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે રહેતા આરોપીને પકડી પાડી સગીરાને પરિવાર જનોને સોંપી
મોરબી જીલ્લામાં ગુમ થયેલા મહિલા બાળકો સગીરને શોધવા માટે એસપી એસ આર ઓડેદરા ની સુચનના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી તથા ભોગ બનનાર સગીરા બંને સાસળ-માળીયા હાટીના બાયપાસ રોડ ઉપર ઉદય એન્ટરપ્રાઇઝમાં હોવાની એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ ટીમને બાતમી મળતા ત્યાં જઈ તપાસ કરતા આરોપી રોહીતભાઇ હરજીભાઇ રંગાડીયા ચૌહાણ ઉ.વ. ૨૫ રહે. ચુડા દોદરીયા ફળીયુ, તા. ચુડા, જી.સુરેન્દ્રનગર તથા ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા જેમાં બન્નેને પોલીસમથકે લાવી બન્નેના કોરોના ટેસ્ટ કરાવી સગીરાને પીરવાજનો ને સોંપી હતી જ્યારે આરોપી રોહિત હરજીભાઈ રંગાડીયાની અપહરણના ગુનામાં ધરપકડ કરી હતી. આ કામગીરી માં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ ટીમના ઇન્ચાર્જ પીઆઈ વી બી જાડેજા,હિરેન્દ્રસિંહ ચુડાસમા, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા તેમજ ટેક્નિકલ સેલના રજનીકાંત કૈલા,સંજય પટેલ અને અશોકસિંહ ચુડાસમાં જોડાયા હતા.