સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે રોડનું લોકાપર્ણ કરવામાં આવ્યું એસ.પી., DDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા રૂપિયા 12.51 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો 6.5 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવ્યો
પવિત્ર યાત્રાધામ માટેલ જવા માટે પણ આ માર્ગ ઉપયોગી બનશે સીરામીક ઉધોગકારો અને આજુબાજુના ગ્રામજનોના સહકાર બદલ તમામનો આભાર માન્યો મોહનભાઇ કુંડારિયા જણાવ્યું હતું કે ઢુવા ચોકડીથી માટેલ ગામ સુધીનો ૬.૫ કિમી રોડ ૧૨.૫૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ૮૦ ટકા સરકારના અને ૨૦ ટકા ઉદ્યોગપતિની લોકભાગીદારીથી રોડ તૈયાર કરાયો છે જે રોડના નિર્માણમાં ઉદ્યોગપતિઓએ શ્રમ અને આર્થિક સહયોગ આપ્યો હતો તો ગ્રામજનો તેમજ લારી ગલ્લા ધારકોએ પણ રોડ નિર્માણ દરમિયાન સહયોગ આપ્યો હોય જેથી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો