મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પી આઈ બી પી સોનારાની સુચનાથી પી એસ આઈ એસ એમ રાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના પી એસ આઈ એસ એમ રાણા તથા ચકુભાઈ કરોતારાને બાતમી મળેલ કે મોરબીના મકરાણીવાસ મચ્છુ માતાજીના મંદિર તરફ જવાના રસ્તે એક શખ્સ ઉભેલ હોય અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી આરોપી તોશિફભાઈ મહેબુબભાઈ બલોચ રહે-મકરાણીવાસ પાસેથી હાથ બનાવટની લોડેડ સેમી ઓટોમેટીક પિસ્તલ મળી આવતા જેમાં ૧ કાર્ટીસ લોડ કરેલ હોય જેથી પિસ્તોલ કીમત રૂ.૧૦૦૦૦ તથા એક કાર્ટીસ નંગ-૧ કીમત રૂ.૧૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ,૧૦૧૦૦ ના મુદામાલ સાથે આરોપી તોશિફને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ બી પી સોનારા, પી એસ આઈ એસ એમ રાણા, કિશોરભાઈ મિયાત્રા, રામભાઈ મઢ, સંજયભાઈ બાલાસરા, ચકુભાઈ કરોતરા, ભાનુભાઈ બાલાસરા, સમરતસિંહ ઝાલા, આશીફભાઈ રાઉંમાં અને ભરતભાઈ હુંબલ સહિતની ટીમ જોડાયેલી હતી