મળતી માહિતી અનુસાર મોરબીના રંગપર ગામની સીમમાં મોરલ સિરામિક લેબર કવાર્ટરમાં રહેતા અને સિરામિકમાં મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ભાયલાલભાઈ લાલસીંગભાઈ ક્નોજે (ઉ.૩૫) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી લોડર જીજે ૩૬ એસ ૨૮૨૮ ના ચાલક અનિરુધ્ધસિંહ ઉર્ફે અનિલભાઈ ડાયાલાલભાઈ ઓડિયાએ પોતાનું લોડર બેદરકારીથી ચાલવી મોરલ સિરામિકમાં માટી ખાતામાં રીવર્સ ચલાવી ફરિયાદી ભાયલાલભાઈ કનોજેના પુત્ર કરણભાઈ (ઉ.૧૧) ને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.