Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ચાર સ્થેળે જુગારના દરોડા, ૨૨ ઝડપાયા.

મોરબી જિલ્લામાં ચાર સ્થેળે જુગારના દરોડા, ૨૨ ઝડપાયા.

મોરબી જિલ્લામાં ચાર સ્થળેથી જુગાર રમતા ૨૨ પત્તાપ્રેમીઓ ઝડપાયા,પોલીસે રોકડ રકમ ૬૮૬૮૦ ના મુદામાલ કબ્જે કર્યો છે

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ઉંચી માંડલ ગામની સીમમાં રાધેક્રિષ્ના હોટલની પાછળ જાહેરમાં જુગાર રમતા બાબુભાઇ હીરાભાઈ ફળદુ, ગોવિંદભાઇ અમરશીભાઇ વડસોલા, મહિપતસિંહ માધુભા પરમાર, કનૈયાલાલ મગનલાલ રૂપાલા, રાજેશભાઈ માવજીભાઈ કાલરીયાને રોકડ રકમ ૩૧૦૦૦ ના મુદામાલ સાથે તાલુકા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે

મોરબીના રણછોડનગર નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહીત અગિયાર ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જુગાર રમતા આનંદભાઈ પરષોત્તમભાઇ પરમાર, જગદીશભાઈ છગનભાઇ પરેસા, મહેશભાઈ પ્રેમજીભાઈ ઈન્દ્રરિયા, પાર્થભાઈ દિલીપભાઈ અશ્વાર, જુસબભાઇ ઓસમાણભાઈ નનામરા, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર, અમરબેન હસમુખભાઈ મૈયડ, સુનીતાબેન લાલજીભાઈ સોલંકી, કંકુબેન ઈન્દુભાઈ ઠુંગા, પૂજાબેન મોહનભાઇ ઇન્દ્રરિયા, મનીષાબેન ભરતભાઈ શેખાણી ને રોકડ રકમ ૨૨૧૪૦ ના મુદામાલ સાથે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરા ચારગોદામ પાછળ જુગાર રમતા બે ઝડપાયા

મળતી માહિતી અનુસાર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જુગાર રમતા રોહીતભાઇ પ્રવીણભાઇ દેલવાણીયા અને સોહીલભાઇ રસુલભાઇ સુમરાને વીસીપરા રોહીદાસપરા મેઇનરોડ ચારગોદામ પાછળ જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા ૧,૦૪૦ રોકડા રકમ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તીથવા ગામે લાલશાનગર નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જાહેરમાં જુગાર રમતા મનોજભાઇ ઉર્ફે મુન્નો લખમણભાઇ સીતાપરા, રામાભાઇ સામતભાઇ ફાંગલીયા, મુકેશભાઇ ગેલાભાઇ ફાંગલીયા અને રહીમશા ફરીદશા સાહમદારને રોકડ રકમ ૧૪૫૦૦ ના મુદામાલ સાથે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!