હળવદ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નવ દિવસની અખંડ રામધૂન. આ અખંડ શ્રી રામધૂન છેલ્લા ૪૩ વર્ષથી દર શ્રાવણમાસમાં ચાલતી અખંડ રામધૂન નો ઉદેશ નગરજનોના કલ્યાણર્થે
હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલી પૌરાણિક ઐતિહાસિક લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હળવદના પૂર્વ મહંત શ્રી ૧૦૦૮ રામબાલકદાસજી યોગેશ્વર દ્વારા ઈશ્વરીય પ્રેરણાથી વર્ષ ૧૯૭૮ શ્રાવણ માસ નિમિત્તે અખંડ શ્રી રામધુન ચાલુ કરવામાં આવેલ, આ શ્રી રામધુન છેલ્લા ૪૩ વર્ષથી દર શ્રાવણમાસમાં એકમ થી અમાસ સુધી આખો મહિનો ચાલુ હતી. અને આ વર્ષે આ અખંડ શ્રી રામધુન ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી રામધુન નો ઉદ્દેશ નગરજનોના કલ્યાણ અર્થે કરવામાં આવે છે. હાલમાં આ વર્ષે શ્રી રામધુન તારીખ ૩૦/૮/ થી ૭/૯ કુલ ૯ દિવસ અખંડ રામધૂન લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ૨૪ કલાક દિવસ ચાલુ રહેશે. અને તારીખ ૭/૯/૨૧ ના રોજ સવારે ૧૦ વાગે પૂર્ણ કરવામાં આવશે જેમાં વર્તમાન મહંત દિપકદાસજી સંત પરિવાર તથા લક્ષ્મીનારાયણ મંદિરના શિષ્ય પરિવાર પોતાના સમયનું યોગદાન આપી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સૌ નગરજનોને અખંડ શ્રી રામ ધુન માં પધારવા હાર્દિક આમંત્રણ મંદિર તરફથી આપવામાં આવે છે.