મોરબી જીલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધામણી થઈ છે જેમાં ચોમાસુ ખેંચતા ખેડૂતોને ભારે નિરાશા સાંપડી છે તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીની વચ્ચે હળવદ પંથકમાં કેટલાક વિસ્તારમાં વરસાદહળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ કડાકાભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વહેલી સવારે થઇ હતી જેમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બપોર બાદ ટંકારામાં 38 એમ એમ અને મોરબીમાં 05 એમએમ,માળિયા મી.માં 02 એમએમ,વાંકાનેરમાં 23 એમએમ,હળવદ માં 18 એમએમ વરસાદ નોંધાયો હતો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ તજતા ખેડૂતોને પાક માટે સારો વરસાદ થયો છે જેમાં લાલપર મકનસર લીલાપર રવાપર સાદુરકા ભરતનગર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ટંકારાના વિરપર લજાઈ હડમતીયા કલ્યાણપર જબલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો ઘણા લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતો અને માલધારીમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને આગામી સમયમાં પણ આજ રીતે મેઘમહેર યથાવત રહે તો ખેડૂતોના પાકને પણ નવું જીવનદાન મળે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે.