Friday, October 18, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકાના હજનાળી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે હજનાળી ગામમાં જાહેરમાં જુગાર રમતા માધવજીભાઈ ગોકળભાઇ ગામી, સતિષભાઈ ભરતભાઈ રૂદાતલા, મયુરભાઈ માધવજીભાઈ ગામી,જીવણભાઈ આંબાભાઈ ગોપાલીયાને રોકડ રકમ 11,000ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ પર જુગાર રમતા પાંચ ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ પર આવેલ અમરધામ સામે કોમ્પ્લેક્સની પાછળ જાહેરમાં જુગાર રમતા ભવરપુરી માંગુપુરી ગૌસ્વામી, વિક્રમભાઈ જાદુભાઈ ડાભી, જયંતીભાઈ ઉર્ફે ચેતનભાઈ સોમાભાઈ ઉકેડીયા, મેરૂભાઇ મોમભાઇ સારાવાડીયા, જીતેસભાઈ ભીમાભાઇ સારાવાડીયાને રોકડ રકમ 14250ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!