Tuesday, April 23, 2024
HomeGujaratમાળીયા: નાની બરાર ગામે યુવાનને માર માર્યો

માળીયા: નાની બરાર ગામે યુવાનને માર માર્યો

માળીયાના નાની બરાર ગામે જૂની અદાવત મામલે ત્રણ શખ્સો હોકી-લાકડા સાથે યુવાન પર તૂટી પડ્યા હતા. આ ઘટના અંગે યુવાને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર નાની બરાર ગામે જુના પ્લોટમાં રહેતા અને ધંટી ચલાવવાનો ધંધો કરતા રમેશભાઇ સુખાભાઇ બકુત્રા એ આરોપીઓ મહેશભાઇ પરબતભાઇ મિયાત્રા, મુકેશભાઇ ભાનુભાઇ ડાંગર, જયદેવભાઇ કાનગડ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧ સપ્ટેમ્બરના રોજ નાની બરાર ગામે ગરબી ચોક આગળ આવેલ માતાજીના ઓટલા પાસે ફરીયાદીના ભાઇ સાથે આરોપીને અગાઉ તહેવારમાં બેસવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનું મનદુખ રાખી આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હાથમાં હોકી તથા લાકડાના ઘોકાઓ લઇ ફરિયાદી તથા સાહેદોને સંજય બાબતે પુછતા નહિ હોવાનુ ફરિયાદી તથા સાહેદોઓએ જણાવતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ડાબા પગે તથા ડાબા હાથે માર મારી ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી તથા સાહેદોને ઢીકાપાટુ મારી તથા ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!