માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેત મજૂરી કરતા મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે દશરથસિંહ જાડેજાની વાડીએ કામ કરતા જનકબેન મોહનભાઇ ભીલ (ઉ.વ.-૫૨) નામના મહિલાએ ગત તા.30 ઓગસ્ટના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા જામનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલે માળીયા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.