Friday, April 19, 2024
HomeGujaratએસ ટી બસ ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા સાત મુસાફરો ઘવાયા

એસ ટી બસ ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા સાત મુસાફરો ઘવાયા

કચ્છ-મોરબી હાઇવે ઉપર હરીપર ગામના પાટિયા નજીક આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ એસટી બસ ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા સાત મુસાફરો ઘાયલ થયા હતા અને બસને નુકશાન પહોંચતા કન્ડકટર દ્વારા ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ મોરબી કચ્છ નેશનલ હાઇવે રેલ્વે ઓવરબ્રીજ ઉપર હરીપરગામના પાટીયા પાસે છોટા ઉદેપુર-નખત્રાણા રૂટની બસ જઈ રહી હતી ત્યારે આગળ જઈ રહેલા અજાણ્યા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા બસ ડમ્પરના ઠાઠામાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા સાત મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

વધુ વિગતો મુજબ છોટાઉદેપુર-નખત્રાણા રૂટની બસના કંડકટર ભીખાભાઇ રણછોડભાઇ વસાવા એ એસટી બસના ડ્રાઇવર નટવરભાઇ ચંદુભાઇ રાઠવા વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!