Sunday, November 24, 2024
HomeGujaratરાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાના શિક્ષકોનો ડંકો છેલ્લા છ વર્ષથી મોરબી જિલ્લાના શિક્ષકોની...

રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાના શિક્ષકોનો ડંકો છેલ્લા છ વર્ષથી મોરબી જિલ્લાના શિક્ષકોની રાજ્ય કક્ષાના પારિતોષિક માટે પસંદગી

મોરબી, દર વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિન “શિક્ષક દિન” નિમિતે સરકાર દ્વારા શિક્ષણમાં જેમને ઉત્કૃષ્ટ કામગીરી કરીને બાળકોના ઘડતર,ભણતર,ગણતર અને ચારિત્ર્યના ચનતરમાં ઉત્તમ યોગદાન આપેલ છે

- Advertisement -
- Advertisement -

એવા શિક્ષકોને મહામહિમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે “રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક'”ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે વર્ષ 2014 થી દર વર્ષે મોરબી જિલ્લાના શિક્ષકોની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતી આવે છે વર્ષ : – ૨૦૧૪માં કમલેશભાઈ એમ. દલસાણીયા ટીંબડી પ્રા.શાળા વર્ષ ૨૦૧૫ માં જીતેન્દ્રભાઈ પાંચોટીયા નવા મકનસર પ્રા.શાળા મોરબી વર્ષ :- ૨૦૧૬ દિનેશભાઈ ડી.વડસોલા બી.આર.સી. કો. ઓર્ડીનેટર મોરબી વર્ષ :- ૨૦૧૭ માં શૈલેષભાઈ જે. કાલરીયા ચકમપર પ્રા. શાળા મોરબી વર્ષ :- ૨૦૧૮ માં મહેશભાઈ ગૌસ્વામી તાલુકા શાળા નંબર – ૧ મોરબી વર્ષ :- ૨૦૧૯ માં હર્ષદભાઈ પટેલ શક્ત શનાળા પ્લોટ પ્રા. શાળા વર્ષ :- ૨૦૨૦ માં પ્રવિણભાઈ પટેલ નવા ઘનશ્યામગઢ પ્રા.શાળા હળવદ ધનજીભાઈ ચાવડા મેરૂપર પ્રા.શાળા હળવદ વર્ષ:- ૨૦૨૧ માં દિનેશભાઈ એમ. ભેંસદડીયા શ્રી રાજપર તાલુકા શાળા મોરબી આમ છેલ્લા છ વર્ષથી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પસંદગી થતા રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનો ડંકો વાગી રહ્યો છે.અને સમગ્ર રાજ્યમાં મોરબીના ગુણવત્તા લક્ષી શિક્ષણ કાર્યના ગુણગાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ગવાઈ રહ્યા છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!